સાવરકુંડલામાં તા. ૩૧ ઓગસ્ટે રવિવારે સાંજે પટેલ વાડી ભોજલપરા ખાતે લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલાના નવનિયુક્ત હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની અધ્યક્ષતામાં યોજાયો હતો. પૂર્વ ગવર્નર વસંતભાઈ મોવલીયા ઉદ્‌ઘાટન માટે નિર્ધારિત હતા, પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે હાજરી આપી શક્યા નહોતા અને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. ભક્તિરામબાપુએ આશીર્વચન આપીને લાયન્સ ક્લબની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. નવા હોદ્દેદારોમાં પ્રેસિડેન્ટ લા. હાર્દિક પરમાર, વાઈસ પ્રેસિડેન્ટ લા. અમિત પંડ્‌યા, સેક્રેટરી લા. વિજય ઉપાધ્યાય અને ટ્રેઝરર લા. હિતેશ નિમ્બાર્ક સહિતના હોદ્દેદારોએ શપથ ગ્રહણ કર્યા હતા. સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેક્રેટરી અને રઘુવંશી આગેવાન ચંદ્રેશભાઈ રવાણી,  રસિકભાઈ વેકરીયા, કાંતિભાઈ વઘાસીયા, અશ્વિનભાઈ સાગર, કનુભાઈ સોલંકી, રાજુભાઈ કાત્રોડીયા, લા. કૌશિક હપાણી, લા. બકુલ ભટ્ટ, લા. રૂઝુલ ગોંડલીયા અને દિનેશભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સુરેશભાઈ દેસાઈ, જયેશભાઈ પંડ્‌યાએ નવનિયુક્ત હોદ્દેદારોને શુભાકામના પાઠવી હતી. પદગ્રહણ વિધિ ઈનસ્ટોલેશન ઓફિસર ફર્સ્ટ વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર (ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨)લાયન ડો. હાર્દિક મહેતા દ્વારા કરવામાં આવેલ.  આ પ્રસંગે રેડક્રોસ દ્વારા હાઈજેનિક કીટ અને લાયન્સ ક્લબ દ્વારા ટી.બી. કીટનું વિતરણ પણ થયું હતું. આભાર વિધિ લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલાના સ્થાપક કરશનભાઈ ડોબરીયા દ્વારા ખૂબ જ સરળ શબ્દોમાં કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કમલ શેલાર સમેત તમામ ટીમના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.