અમરેલીમાં લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા સિનિયર સિટીઝન પાર્ક ખાતે ડિસ્ટ્રીક્ટ ગવર્નર પીએમજેએફ લાયન વસંતભાઈ મોવલીયાની ઉપસ્થિતિમાં લાયન્સ ઈન્ટરનેશનલ પીસ પોસ્ટર કોન્ટેસ્ટ યોજાઈ હતી. આ ચિત્ર સ્પર્ધામાં અમરેલીના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સંસ્થા દ્વારા પ્રોત્સાહન રૂપે સર્ટિફિકેટ અને ગિફ્ટ આપવામાં આવ્યા હતા. આ તકે મુકેશભાઈ સંઘાણી, સુરેશભાઈ શેખવા, બ્રિજેશ કુરુંદલે, તુષારભાઈ જાષી વગેરેનું પુષ્પ આપી સન્માન કરાયું હતું.