લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલ દ્રારા વિવિધ સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવે છે. તેને ભાગરૂપે આજરોજ અમરેલી શહેરના વ્રજભૂમિ પાર્ટી પ્લોટ નજીક જુદા-જુદા ફળો તેમજ વડ, પીપર, આમલી, અશોક, વાસ, ખાખરા વગેરે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ક્લબના પ્રેસિડેંટ લાયન વિજય વસાણી, સેક્રેટરી લાયન સંજય ભેસાણીયા તથા ક્લબના મેમ્બર્સ પ્રીતેશ બાબરીયા, દિનેશભાઇ કાબરીયા, જયસુખભાઇ સોરઠિયા, રિતેશભાઇ સોની, દિવ્યેશભાઇ વેકરીયા, અરૂણભાઈ ડેર, ધર્મેશભાઈ વિસાવળિયા તથા વ્રજભૂમિ પાર્ટી પ્લોટના માલિક મુકેશભાઇ કોરટ હાજર રહ્યા હતા તેમજ વૃક્ષોની માવજતની જવાબદારી તેઓએ સ્વીકારી હતી. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાલ અમરેલીમાં ફરજ બજાવતા દ્ગડ્ઢઇહ્લ ના વિનયકુમાર ભાટી તથા તેમની ટીમ પણ જોડાઈ હતી.