લાયન્સ ક્લબ ઓફ અમરેલી (રોયલ) દ્વારા શ્રી રણછોડદાસજી બાપુ ચેરિ. હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે અમરેલીમાં ગાયત્રી મંદિર ખાતે નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં વિનામૂલ્યે આંખના રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું તેમજ જરૂરિયાતવાળા મોતિયાના દર્દીઓને ઓપરેશન માટે શ્રી રણછોડદાસજીબાપુ ચેરિ. હોસ્પિટલ ખાતે બસમાં લઇ જઇ વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવ્યું હતું. કેમ્પને સફળ બનાવવા લાયન્સ ક્લબ ઓફ અમરેલી (રોયલ)ના પ્રમુખ દિનેશભાઇ કાબરીયા, વિજયભાઇ વસાણી, રાકેશભાઇ નાકરાણી, પ્રિતેશભાઇ બાબરીયા તથા ગાયત્રી મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી બાબુભાઇ રાજ્યગુરુ, કેમ્પ વ્યવસ્થાપક સવજીભાઇ પટેલ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.