લાયન્સ ક્લબ ઓફ અમરેલી મેઈન દ્વારા લા.પ્રમુખ દિનેશભાઈ ભુવાના માર્ગદર્શન નીચે અને શીતલ આઈસ્ક્રીમના સૌજન્યથી બાલવાત્સલ્ય કેન્દ્ર, ગાયત્રી રોડ ખાતે ૩૦થી વધુ બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યુ હતું. આ તકે દેવદત્ત જાની, રાજુભાઈ પરીખ, કૌશિક હપાણી, રાજુભાઈ વિઠ્ઠલાણી, જીતુભાઈ, ધવલભાઈ ઠાકર, હાર્દિક ઝીંઝુવાડીયા વગેરેએ હાજર રહી પ્રેરણાદાયી કાર્ય કર્યુ હતું.