અમરેલી ખાતે લાયન્સ ક્લબ અમરેલી મેઈન તથા નિત્યમ વિદ્યા સંકુલ દ્વારા સંકુલના વિશાળ પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાત જેટલા વિવિધ પ્રકારના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતુ. આ તકે સંસ્થાના પ્રમુખ રાજેશ વિઠ્ઠલાણી, નિત્યમ વિદ્યા સંકુલના ચેરમેન હસમુખ પટેલ, સંસ્થાના સેક્રેટરી બકુલ ભટ્ટ, હર્ષદ વઘાસીયા, રિજીયન ચેરમેન દિનેશભાઈ ભુવા, રાજુભાઈ પરીખ, કૌશિક હપાણી, જતીન સુખડીયા, રાજેશ ઝાલાવડીયા, દિવ્યેશ તળાવીયા સહિત સંસ્થાના હોદ્દેદારો જાડાયા હતા તેમજ નિત્યમ વિદ્યા સંકુલનો શૈક્ષણિક સ્ટાફ વૃક્ષારોપણ કાર્યક્રમમાં જાડાયો હતો.