લાયન્સ કલબ ઈન્ટરનેશનલના સાઈટ ફર્સ્ટ પ્રોજેકટ હેઠળ લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી દ્વારા સુદર્શન નેત્રાલય અમરેલીના સહયોગથી ગુરૂવારના રોજ બપોરના રઃ૦૦ કલાકે અમરેલી શહેરની તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની જનતા માટે જુના માર્કેટીંગ યાર્ડમાં આવેલ લાયન્સ હોલ ખાતે આઠમા નેત્રનિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું દિપપ્રાગટ્ય વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે લાયન્સ સભ્યો કિશોરભાઈ શીરોયા તથા અમર ડેરીના ચેરમેન અશ્વીનભાઈ સાવલીયા, સારહિ યુથ કલબના પ્રમુખ મુકેશભાઈ સંઘાણી, મેહુલભાઈ ધોરાજીયા તથા મિહિરભાઈ પાનસુરીયા હાજર રહ્યા હતા. આ કેમ્પમાં નેત્રરોગ નિષ્ણાંત પલકબેન મોદી દ્વારા ૪૮ દર્દીઓની આંખની તપાસ ઉપરાંત ર૬ દર્દીઓને મોતીયાના ટાંકા વગરના ઓપરેશન કરી નેત્રમણી આરોપણ તદ્‌ન વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા.