લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલાનો શપશ સમારોહ રવિવારે યોજાશે. સાંજના પઃ૦૦ કલાકે કાનજીબાપુ ઉપવન પારેખવાડીમાં યોજાનારા આ કાર્યક્રમમાં લાયન પ્રતિક નાકરાણી – પ્રેસિડેન્ટ, લાયન નિલેશ વાઘેલા – વાઈસ પ્રેસિડેન્ટ, લાયન દિનેશ કારીયા – સેક્રેટરી, લાયન જતીન બનજારા – ટ્રેઝરર તરીકે ચાર્જ સંભાળશે. ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ડિસ્ટ્રીકટ ગર્વનર ભરત બાવીસી, વસંતભાઈ મોવલીયા, એએસપી વલય વૈદ્ય, પૂ.ભક્તરામ બાપુ, સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા, હિરેનભાઈ હિરપરા, દેવચંદભાઈ કપોપરા, કાંતિભાઈ વઘાસીયા, દીનેશભાઈ ભુવા સહિતનાઓ આ શપથ સમારોહમાં હાજર રહેશે.