લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સાઈટ ફર્સ્ટ પ્રોજેક્ટ હેઠળ લાયન્સ કલબ ઓફ અમરેલી (સિટી), ભુરખીયા હનુમાનજી ટ્રસ્ટ તથા ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તેમજ રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર – મુંબઇના આર્થિક સહયોગ દ્વારા અને સુદર્શન નેત્રાલયના સહયોગથી ૭૫મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ ભુરખીયા હનુમાનજી મંદિર મુકામે યોજાયો હતો. આ કેમ્પમાં આંખના તમામ રોગોની તપાસ નિષ્ણાત ડોક્ટર ડા. દર્શિતભાઈ ગોસાઇ દ્વારા કરવામાં આવી તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને મોતિયાના ટાંકા વગરના ઓપરેશન કરી નેત્રમણી આરોપણ કરી આપવામાં આવી હતી. આ કેમ્પમાં ૮૮ દર્દીઓએ લાભ લીધો હતો અને ૨૩ દર્દીઓને અમરેલી સુદર્શન નેત્રાલયમાં લાવી નેત્રમણી આરોપણ કરવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદ વ્યક્તિઓના આંખના નંબર ચેક કરી ૨૧ વ્યક્તિઓને ચશ્માનું વિતરણ પણ કરવામાં આવેલ હતું. આ કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સિટી)ના પ્રમુખ લાયન કિશોરભાઈ શિરોયા, લા. એમ.એમ.પટેલ, લા. સાહસ ઉપાધ્યાય તેમજ સુદર્શન નેત્રાલય તરફથી ડા. દર્શિતભાઈ ગોસાઇ, નિલેશભાઈ ભીલ, કમલેશભાઈ ધોરડા અને તેમની ટીમ તેમજ ભુરખીયા હનુમાનજી મંદિરના પ્રમુખ દુષ્યંતભાઈ પારેખ, અનિલભાઈ પારેખ, ટ્રસ્ટી અમરશીભાઈ પરમાર, જીતુભાઈ નિમાવત, સંચાલક ગોપાલભાઈ ચુડાસમા વગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.