અમરેલી જિલ્લામાં લાભપાંચમના દિવસે ૧૭૩ શરાબી ઝડપાયા હતા. પોલીસે તમામને લોકઅપમાં ધકેલી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જિલ્લામાં અમુક જગ્યાએ શરાબીઓથી લોકઅપ હાઉસફૂલ થઈ ગયા હતા. જાફરબાદ, વઢેરા, દુધાળા ચેક પોસ્ટ, બગસરા, લાઠી, જરખીયા, સરકારી પીપળવા, ખોડીયાણા, ખાંભા ટી પોઈન્ટ, મોટા જીંજુડા, વીજપડી, નાગેશ્રી ટોલનાકા, ટીંબી માર્કેટિંગ યાર્ડ, દામનગર, સાવરકુંડલા, ડેડાણ, મજાદર ગામના પાટીયા, ડુંગર બસ સ્ટેન્ડ, ચિતલ, બાબાપુર, ચલાલા, વંડા, ઠવી, મોટી કુંકાવાવ, હનુમાન ખીજડીયા, કોવાયા, વિકટર, ગુંદરણ, પુંજાપાદર, લીલીયા, અમરેલી સહિતની જગ્યાએથી ૧૭૩ ઇસમો પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં લથડિયા ખાતા મળી આવ્યા હતા.