લાઠી સરકારી હોસ્પિટલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક પદાધિકારીઓ દ્વારા દિપ પ્રાગટ્ય કરી કેમ્પ શરૂ કર્યો હતો. લાઠીના રક્તદાતાઓએ બહોળી સંખ્યામાં સ્વયંભુ રીતે ભાગ લઈ અનેક લોકોની જિંંદગી બચાવવા માટે પોતાનું યોગદાન આપ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસર ડો. આર.આર. મકવાણા, ચાવંડ આરોગ્ય કેન્દ્રના ડો. મુકેશ સીંઘ, આરોગ્ય કાર્યકરો અને આશા બહેનોએ જહેમત ઉઠાવી આ કેમ્પને સફળ બનાવ્યો હતો.