લાઠીના દામનગરથી શાખપુર રોડને અંદાજીત ૮ કરોડ રૂપિયાના ખર્ચે રિસર્ફેસિંગ કરવામાં આવશે અને તેના પર આવેલા જર્જરિત નાળા-પુલિયાને આર.સી.સી.થી નવા બનાવવામાં આવશે. ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના પ્રયત્નોથી આ મહત્વપૂર્ણ વિકાસકાર્યનો શુભારંભ થયો છે અને દામનગર ખાતે તેમના હસ્તે જ આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારમાં રજૂઆત બાદ આ પ્રોજેક્ટ મંજૂર થતાં હવે કામ શરૂ કરવામાં આવ્યું છે. આ ૮ કરોડના ખર્ચે રોડનું રિસર્ફેસિંગ અને નાળા-પુલિયાનું નવીનીકરણ થવાથી વાહનચાલકોને સલામત અને સુગમ મુસાફરીનો અનુભવ થશે. આ રોડ બનવાથી શાખપુર અને આસપાસના ગામોના લોકોને દામનગર અને અન્ય શહેરો સાથે જોડાવું સરળ બનશે, જેનાથી વેપાર અને રોજગારીની તકોમાં પણ વધારો થશે.










































