સરકાર દ્વારા ૭૦ વર્ષથી વધુ વયના નાગરિકોની સ્વાસ્થ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલા ‘વય વંદના કાર્યક્રમ’ અંતર્ગત લાઠી શહેરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય જનકભાઈના કાર્યાલય “સમર્પણ” ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ૭૦ વર્ષથી વધારેની ઉંમરના લોકોને સ્થળ પર જ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. લાભાર્થીઓએ પોતાના મંતવ્યો વ્યક્ત કરી, સરકારની આયુષ્યમાન યોજના બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ યોજનાવૃદ્ધ નાગરિકોને આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થઈ રહી છે. આ તકે લાઠી શહેર ભાજપ પ્રમુખ ધર્મેશભાઈ સોનીએ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા માટે ખડેપગે સેવા આપનાર આરોગ્ય કર્મચારીઓની સુંદર સેવા બદલ તેમનો આભાર માન્યો હતો.