લાઠીમાં “વન નેશન, વન ઇલેક્શન” જાગૃતિ અભિયાન અંતર્ગત આજે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય જનકભાઈ તળાવીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી ઉપસ્થિત રહ્યા હતા. લાઠી શહેરમાં લાલજીદાદાના વડલા પાસે આવેલા ઓડિટોરિયમ હોલમાં આ કાર્યક્રમ યોજાયો હતો. ચેમ્બર ઓફ કોમર્સ, લાઠી લાયન્સ ક્લબ અને જાગૃત નગરજનો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ ભરતભાઈ સુતરીયાએ “વન નેશન, વન ઇલેક્શન” ની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ વ્યવસ્થાથી ચૂંટણી ખર્ચમાં ઘટાડો થશે અને વિકાસ કાર્યોને વધુ વેગ મળશે. મુખ્ય વક્તા મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે, આ વ્યવસ્થાથી સરકારને નીતિવિષયક નિર્ણય લેવામાં સરળતા રહેશે અને દેશના વિકાસને નવી દિશા મળશે. ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ પોતાના મત વિસ્તારમાં આ કાર્યક્રમ યોજવા બદલ આયોજકોનો આભાર માન્યો હતો.