લાઠી નગરપાલિકાના સભ્યો અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને રક્તદાન કેમ્પનો આરંભ કરવામાં આવ્યો હતો. ભારત દેશની સુરક્ષામાં તત્પર રહેતા સૈનિકો અને સામાન્ય જનતાને કટોકટીમાં લોહીની અછતનો સામનો ન કરવો પડે, તેમજ સગર્ભા માતાઓ અને થેલેસેમિયાના દર્દીઓની લોહીની કાયમી જરૂરિયાત પૂરી કરવાના શુભ આશયથી આ કેમ્પનું આયોજન થયું હતું. લાઠી તાલુકાના રક્તદાતાઓએ મોટી સંખ્યામાં સ્વયંભૂ રીતે ભાગ લઈને અનેક લોકોની જીંદગી બચાવવા માટે ૩૫ યુનિટ બ્લડનું યોગદાન આપ્યું હતું.










































