ભવાની ગાર્ડન લાઠી શહેરની આન-બાન અને શાન ગણાય છે. ગુજરાત સરકારની અમૃતમ બે ઝીરોની ગ્રાન્ટમાંથી નગરપાલિકા દ્વારા ભવાની ગાર્ડનના નવીનીકરણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત પ્રસંગે ભામાશા એવા મનજીભાઈ ધોળકિયાના સુપુત્ર રાજભાઈ ધોળકિયા, લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, આધ્યસ્વરૂપ સ્વામી સહિત મોટી સંખ્યામાં લાઠી શહેરના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સહકારી આગેવાન અને છેલ્લા ઘણા વર્ષોથી લાઠીના વિકાસ અને કાર્યોમાં સિંહફાળો આપતા એવા કિર્તીભાઈ પટેલના નેજા હેઠળ આજે ભવાની ગાર્ડનના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને તમામ જવાબદારી કિર્તીભાઈ પટેલને સોંપવામાં આવી હતી. આ બગીચાના નવીનીકરણમાં સિંહફાળો પણ કિર્તીભાઈ પટેલ દ્વારા આપવામાં આવશે.