લાઠી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાતા ભાજપના ૧૬ સભ્યો બીનહરીફ થયા હતાં. જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીકભાઇ વેકરીયાના નેતૃત્વમાં તેમજ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને
લાઠી યાર્ડના પ્રમુખ રાજુભાઇ ભુતૈયાના સફળ નેતૃત્વમાં લાઠી માર્કેટિંગ યાર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. ખેડૂત વિભાગમાંથી ભીખાભાઇ ભુવા, ભરતભાઇ સુતરીયા, સંજયભાઇ તારપરા, લાલજીભાઇ સાવલીયા, વજુભાઇ શંકર, વિનુભાઇ લાડોલા, ભીખાભાઇ અસલાલીયા, ચતુરભાઇ ભાદાણી, સુભાષભાઇ કાકડીયા, રાજુભાઇ ભુતૈયા, વેપાર વિભાગમાંથી કેતનભાઇ સોરઠીયા, રાજેશભાઇ માલવીયા, તુલસીદાસ દેવમુરારી, રાવતભાઇ ગરણીયા, સહકારી ખરીદ વેચાણ વિભાગમાંથી કનુભાઇ પાનસેરીયા, દકુભાઇ પડસાળાએ જીત મેળવી હતી. લાઠી યાર્ડની ચૂંટણીમાં વિરોધી ગૃપને કોઇ ઉમેદવાર કે ટેકેદારો ન મળતાં ભાજપની ભવ્ય જીત થઇ છે. ભાજપના ૧૬ સભ્યો બીનહરીફ થતાં સાંસદ નારણભાઇ કાછડીયા, ઇફ્કોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડ સહિતના ભાજપ આગેવાનોએ તમામ ચૂંટાયેલા સદસ્યોને અભિનંદન પાઠવ્યાં હતાં, તેમ હરેશભાઇ ટાંકની યાદીમાં જણાવાયું છે.