ભારત સરકારની ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ, અડદની ખરીદીનો પ્રારંભ આજે લાઠી માર્કેટિંગ યાર્ડ ખાતે અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા ચેરમેન મનિષભાઈ સંઘાણી, જ.સ.ખ.વે.સંઘ લી.ના ચેરમેન જયંતિભાઈ પાનસુરીયા, લાઠી એ.પી.એમ.સી.ના ચેરમેન દકુભાઈ ૫ડશાલાના હસ્તે શ્રીફળ વધેરી ખેડૂતોને મોં મીઠા કરાવી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં લાઠી એ.પી.એમ.સી.ના વા.ચેરમેન વજુભાઈ શંકર, જીતુભાઈ ડેર, રાજુભાઈ ભુવા, અનીલભાઈ નાંઢા, રોમીતભાઈ કોટડીયા, દિનેશભાઈ જમોર, ધમેન્દ્રભાઈ પરમાર, રાજુભાઈ ભુતૈયા, ઘનશ્યામભાઈ સાવલીયા, રામજીભાઈ ગુજરાતી તેમજ એ.પી.એમ.સી.ના ડીરેકટરો, ગુજકોમાસોલના અધિકારી કિકાણી, સંઘના મેનેજર સુરેશભાઈ સંઘાણી તેમજ અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.