જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઇ દુધાતની અધ્યક્ષતામાં લાઠી બીઆરસી ભવન ખાતે તાલુકાની તમામ શાળાઓના આચાર્યોની ચિંતન શિબિર યોજાઇ હતી. આ તકે વિપુલભાઇ દુધાતે વિવિધ શૈક્ષણિક બાબતો અંગે ચર્ચા કરી હતી. ઉપરાંત શાળા કક્ષાએથી કોઇ મુશ્કેલી હોય તો દૂર કરવા, શિક્ષકોના કોઇ લાભ અટકેલા હોય તો તે અપાવવા માટે તમામ આચાર્યોને બાંહેધરી આપી હતી.
વિપુલભાઇ દુધાતે સીઆરસી, બીઆરસીનું સઘન મોનિટરીંગ દ્વારા તાલુકાનું શિક્ષણ વધારે સારૂં થાય તે બાબતે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. આ તકે ધીરૂભાઇ કોટડીયા, હિતેશભાઇ સોરઠીયા, હરેશભાઇ રૂપાલા, વિજયભાઇ મકવાણા, પિયુષભાઇ વિરડીયા, રમેશભાઇ પરમાર, બુધાભાઇ વાઘેલા સહિત ઉપસ્થિત રહ્યા હતા.