લાઠી-બાબરા-દામનગર વિધાનસભા પરિવારનું સ્નેહમિલન આજે લાઠી માર્કેટીંગ યાર્ડ ખાતે સવારે ૯ઃ૩૦ કલાકે ધારાસભ્ય જનકભાઈ તળાવીયાનાં માર્ગદર્શન નીચે યોજાનાર છે.
આ કાર્યક્રમમાં સાંસદ પરશોતમભાઈ રૂપાલા, ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્યો મહેશભાઈ કસવાલા, હિરાભાઈ સોલંકી, જે.વી.કાકડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયા, ભુપેન્દ્રભાઈ બસીયા, પીઠાભાઈ નકુમ અને મેહુલભાઈ ધોરાજીયા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો, પૂર્વ ધારાસભ્યો સહિત વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, સંગઠનના તમામ આગેવાનોને ઉપસ્થિત રહેવા ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ આમંત્રણ પાઠવ્યું છે.