ભારત-પાકિસ્તાન સામેના “ઓપરેશન સિંદૂર” (વિજય દિવસ)ની ઉજવણી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત તિરંગા યાત્રા લાઠી, બાબરા અને દામનગરના રાજમાર્ગો પર ભવ્ય રીતે યોજાઈ હતી. ધારાસભ્ય જનકભાઈ તળાવીયાની ઉપસ્થિતિમાં યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો દેશભક્તિના ઉત્સાહ સાથે ઉમટી પડ્યા હતા. ભારતીય સેનાના શૌર્ય અને રાષ્ટ્રભક્તિના પ્રતીક સમા “ઓપરેશન સિંદૂર”ના વિજયને બિરદાવવા આ યાત્રાનું આયોજન થયું હતું. લોકોના હાથમાં ગર્વભેર તિરંગો લહેરાઈ રહ્યો હતો અને સમગ્ર પંથકમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો. આ યાત્રામાં ભાજપના અગ્રણીઓ, કાર્યકરો, વેપારી મંડળો, સંસ્થાઓ, સાધુ-સંતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.









































