લાઠી – બાબરાના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર દ્વારા લાઠી વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાઓને પ્રાથમિકતા આપી બિસ્માર રસ્તાઓ તેમજ સાત વર્ષથી બન્યા ન હોય તેવા માર્ગોને રિસર્ફેસીંગ તેમજ નોન પ્લાન રસ્તાઓ પણ મંજૂર કરાવતા લાઠી અને બાબરા પંથકની જનતામાં રાહતની લાગણી પ્રસરી ગઇ છે. લાઠી – બાબરા પંથકના અનેક માર્ગો બિસ્માર હાલતમાં હોવાથી ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં હતાં. જેમાં ખાસ કરીને દર્દીઓની હાલત ભારે કફોડી બની જવા પામી હતી. આ બાબતે ધારાસભ્યને રજૂઆત કરવામાં આવતાં ધારાસભ્યએ રાજ્ય સરકારમાં રજૂઆત કરતાં રાજ્ય સરકાર તરફથી માર્ગના નવીનીકરણ કરવા માટે રૂ.ર૧ કરોડ ફાળવવામાં આવતાં ગ્રામજનોમાં આનંદ ફેલાયો છે.