આરોપી છેતરપિંડી, વિશ્વાસઘાતના ગુનામાં ફરાર હતો
અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી ધરપકડ ટાળવા માટે અનેક ગુનેગારો પોલીસ ચોપડે ફરાર છે. તેવા આરોપીઓને ઝડપી પાડવા માટે ઇન્ચાર્જ એસપી વલય વૈદ્ય દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.અલગ અલગ ગુનાઓ આચરી ફરાર થયેલા આરોપીઓને પકડવા કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં લાઠી પોલીસ સ્ટેશનમાં છેલ્લા ૧૦ માસથી છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં ફરાર આરોપી બિહાર રાજ્યમાં જી.ભાગલપુર, તુલસીપુર તાલુકાના જમુનિયા ગામનો મોહમદ પિન્ટુ ઉર્ફે અજગર મોહમદ મજનું રાયનને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને લાઠી પોલીસ સ્ટેશનમાં સોંપતા લાઠી પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.