લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેલ્લા સાત મહિનાથી ગુમ થયેલી એક મહિલાને અમરેલી ખાતેથી શોધી કાઢીને પોલીસે તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે. ગુમ થયેલી વ્યક્તિઓને શોધી કાઢવા માટે ચલાવવામાં આવેલી વિશેષ ડ્રાઇવના ભાગરૂપે આ સફળતા મળી છે. લાઠી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુમ થવાની ફરિયાદના આધારે, પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. સોનીના માર્ગદર્શન હેઠળ લાઠી પોલીસની ટીમે તકનીકી અને માનવીય સ્ત્રોતોનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન વંદનાબેન શરદભાઈ મકવાણા (ઉ.વ. ૧૯), જે લાઠીના ખોડીયાર નગરના રહેવાસી છે, તેમને અમરેલી ખાતેથી શોધી કાઢવામાં આવ્યા હતા. પોલીસ ટીમના હેડકોન્સ્ટેબલ કે.કે. રાઠોડ, એચ.એન. ખુમાણ અને એસ.ડી. કામળીયાએ આ કામગીરીને સફળ બનાવી હતી.








































