અમરેલીના લાઠી પાસે આજે સાંજના સમયે આઈસર અને સ્કોર્પિયો ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા એકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું અને અન્ય છને ગંભીર ઈજાઓ થતા અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા. મળતી માહિતી મુજબ લાઠી અને ટોડા વચ્ચે મોડી સાંજે સ્કોર્પિયો અને આઈસર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય છને અમરેલી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાતા જેમાં એક વ્યક્તિને ભંગીર ઈજા પહોંચી હોય વધુ સારવાર અર્થે રાજકોટ રિફર કરાયા હતા. સ્કોર્પિયો ગાડીમાં સવાર અમદાવાદનો પરિવાર સાવરકુંડલા ખાતે સબંધીને ત્યાં જતો હોવાનું જાણવા મળ્યું છે.