લાઠી નગરપાલિકાની ચૂંટણી ગયાના થોડા મહિનામાં જ ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓએ ચૂંટણીમાં આપેલા વચનો વિસરાઈ ગયા હોય તેમ લાઠીના વોર્ડ નંબર ૩ ના પીજીવીસીએલ કચેરીની સામેના વિસ્તારમાં ગટરનો ખાડો ખોદીને દસ દિવસથી ડોકાયા નથી. જેને કારણે સ્થાનિકો પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે. જ્યારે વાસ્તવિકતા જોઈએ તો પાલિકા તંત્ર દ્વારા છેક સ્થાનિકના ઘરની ડેલી બહાર ખાડો ખોદીને દસ દસ દિવસ થયા બાદ આ ગટરનો ખાડો પણ બુરી શક્યા નથી. સ્થાનિકોને પોતાના ઘરની બહાર કેમ નીકળવું તે પણ ગંભીર સમસ્યા ઉભી થઈ છે. જ્યારે ગટરના ગંદા પાણીની તીવ્ર દુર્ગંધથી ત્રસ્ત સ્થાનિકોએ પાલિકાના ચૂંટાયેલા વોર્ડ નંબર ૩ ના સદસ્યોને કરેલી રજૂઆત ધ્યાને લેતા નથી. જ્યારે પાલિકાના સત્તાધીશો પણ ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવતા હોય ત્યારે ભાજપ સત્તાધીશ પાલિકાએ ચૂંટણી સમયે મોટા મોટા વચનો આપેલા પણ એક ખાડો બુરાવવામાં પાલિકાના સદસ્યો સાથે પાલિકા તંત્રને આલ આવતો હોવાની પ્રતીતિ સ્થાનિકો કરી રહ્યા છે.






































