લાઠી-દામનગર-બાબરા વિધાનસભાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ મતવિસ્તારમાં વિકાસને વેગ આપવા એક વધુ સફળતા મેળવી છે. તેમણે દુધાળા બાઇથી સલડી માર્ગ પર રૂ.૧.૫૦ કરોડના ખર્ચે નવો પુલ મંજૂર કરાવ્યો છે. આ પુલથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા દૂર થશે અને ગ્રામજનોને અવરજવરમાં મોટી સહુલિયત મળશે. લોકોએ આ મહત્વપૂર્ણ વિકાસ માટે ધારાસભ્ય જનકભાઈ તળાવીયા અને રાજ્ય સરકારનો આભાર માન્યો છે.