લાઠી-દામનગર વિસ્તારના વિદ્યાર્થીઓને ઘોરણ-૧૨ પછી ઉચ્ચ અભ્યાસ માટે અમરેલી સુધી જવું પડે છે. આ બાબત સ્થાનિક ધારાસભ્ય જનકભાઇ તળાવીયાના ધ્યાને આવતા જ તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષીકેશભાઇ પટેલને પત્ર પાઠવીને લાઠી અને દામનગર ખાતે નવી સરકારી કોલેજ શરૂ કરવા માટે રજૂઆત કરી છે. આ પત્રમાં તેમણે જણાવ્યું છે કે, અમરેલી જિલ્લાના લાઠી, દામનગર વિસ્તારના વિદ્યાર્થીઓને ઘોરણ-૧૨ બાદ ઉચ્ચ અભ્યાસ અર્થે અમરેલી જિલ્લા મથકે અપડાઉન અથવા અમદાવાદ જેવા મહાનગરોમાં ઉચ્ચ અભ્યાસ કરવા જવું પડે નહી અને આ તમામ વિદ્યાર્થીઓને તાલુકા મથકે જ ઉચ્ચ શિક્ષણ મળી રહે તે હેતુથી લાઠી અને દામનગર ખાતે નવી સરકારી સાયન્સ, કોમર્સ અને આટ્ર્સ કોલેજ આગામી બજેટમાં સમાવેશ કરીને મંજૂર કરવામાં આવે.