લાઠી તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ આગામી તા. ૨૧મી મે, ૨૦૨૫ને બુધવારના રોજ સવારે ૧૧ કલાકે લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે. જે અરજદારોને પોતાના અંગત પ્રશ્નો રજૂ કરવા હોય તેઓ તા. ૧૫મી મે, ૨૦૨૫ને ગુરુવારના રોજ બપોરે ૦૩ઃ૦૦ કલાક સુધીમાં પોતાની અરજીઓ રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે મોકલી શકે છે. અરજીમાં સામૂહિક અથવા નીતિ વિષયક પ્રશ્નોનો સમાવેશ કરી શકાશે નહીં. અરજીના મથાળે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” અવશ્ય લખવાનું રહેશે.