લાઠી તાલુકા લેઉવા પટેલ સમાજનાં પ્રમુખ અશોકભાઈ ભાદાણી, વિનુભાઈ ભાતીયા, રણછોડભાઈ સાબલપરા, રાજુભાઈ નવાપરા, મહેશભાઈ વરછડીયા, પ્રવિણભાઈ ધાનાણી, જયસુખભાઈ ગજેરા સહિતના સભ્યો દ્વારા શેખપીપરીયા પટેલ ભવનમાં સાંસદ ભરતભાઈ સુતરીયા અને ધારાસભ્ય જનકભાઈ તળાવીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં લાઠી લેઉવા પટેલ સમાજ, લાઠી સમૂહલગ્ન સમિતિ, લાઠી-દામનગર-બાબરા ખોડલધામ સમિતિ તેમજ લાઠીનાં ર૯ ગામડાઓ દ્વારા સાંસદ અને ધારાસભ્યનું સન્માન કરાયું હતું. બાબરા લેઉવા પટેલ સમાજ તેમજ અમરેલી જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ વસંતભાઈ ભંડેરી, લાલજીભાઈ વેકરીયા, કૌશિકભાઈ ગજેરા, વિમલભાઈ રૂપાપરા, અશોકભાઈ હિરાણી, ભાસ્કરભાઈ મેંદપરા, મનસુખભાઈ શેલડીયા, રામજીભાઈ ગુજરાતી, એલ.બી. ચોડીયા, ભાનુભાઈ પાનસેરીયા, પ્રેમજીભાઈ મેંદપરા, નાનુભાઈ ગલાણી, ભીખાભાઈ કથીરીયા, મનસુખભાઈ મુલાણી સહિતનાઓ દ્વારા સાંસદ અને ધારાસભ્યને હળ આપી સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનની સાથે ભારતીય કિસાન સંઘે સાંસદ સમક્ષ પોષણક્ષમ ભાવની રજૂઆત કરી હતી. સાંસદ ભરત સુતરીયાએ પોષણક્ષમ ભાવ મુદ્દે લોકસભામાં રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું. શિક્ષક દિન નિમિત્તે સમારોહનાં એન્કર જીતુભાઈ ત્રિવેદી અને શિક્ષક ટીમનું સાંસદ અને ધારાસભ્યએ સન્માન કર્યું હતું. ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ સર્વોનો આભાર માનતા જણાવ્યું હતું કે, જિલ્લાનાં કોઈપણ પ્રશ્ને જાગૃત થઈને કામ કરીશું તેમજ લાઠી વિધાનસભા વિસ્તારનાં શકય હશે તેટલા તમામ ગામોમાં સૌની યોજનાનાં પાણી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે.