લાઠી તાલુકા પેન્શનર સમાજની કારોબારી બેઠક મળી હતી. આ બેઠકમાં જમ્મુ કાશ્મીરના પહેલગાવમાં આંતકવાદી હુમલામાં મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. લાઠી તાલુકા પેન્શનર સમાજની કારોબારી બેઠક કાર્યાલય ખાતે મળી હતી. જેમાં સમૂહ પ્રાર્થનાથી પેન્શનર સમાજની બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.