દામનગરના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે લાઠી તાલુકા કાનૂની સેવા સમિતિના ઉપક્રમે વિશ્વ માનવ અધિકાર દિવસ નિમિત્તે કાનૂની શિબિરનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે એડવોકેટ ઈતેશકુમાર મહેતાએ જણાવ્યું કે, આપણા બાજુના દેશ બાંગ્લાદેશમાં માનવાધિકારોનું ચિરહરણ થયેલું છે તે રોકવા વિશ્વમાં માનવાધિકારોની વાતો કરનારાઓએ આગળ આવવું જોઈએ. આ શિબિરમાં એડવોકેટ રાજેશ્વરીબેન રાજ્યગુરુ, પ્રિન્સિપાલ સંજયભાઈ રાણીપા અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.