લાઠી તાલુકામાં એક થી અઢી વર્ષ પહેલાં મંજૂર થયેલા જેમ પોર્ટલ હેઠળના વિકાસ કામો હજુ સુધી શરૂ ન થતાં વિજયભાઈ બારડે આ મુદ્દે ગંભીર રજૂઆત કરી છે. આ કામોમાં સી.સી.ટી.વી.
કેમેરા, એલ.ઇ.ડી. સ્ટ્રીટ લાઇટ, આર.ઓ. વોટર કૂલર, સ્માર્ટ ક્લાસરૂમ અને ટ્રેક્ટર-ટ્રોલી જેવા મહત્વના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. ગુજરાત સરકારની ગાઇડલાઇન મુજબ એક લાખથી નીચેની રકમના કામો માટે એલ-વન અને એક લાખથી ઉપરની રકમના કામો માટે બિડ પ્રક્રિયા કરવાની હોય છે. પરંતુ તાલુકા પંચાયત કચેરી દ્વારા આ પ્રક્રિયા શરૂ કરવામાં આવતી નથી. ગામના સરપંચોની વારંવારની રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. ૧૫મું નાણાપંચ, ૧૫% વિવેકાધીન તાલુકા કક્ષા આયોજન, જિલ્લા આયોજન અને એ.ટી.વી.ટી. યોજના હેઠળ મંજૂર થયેલા કામો પણ પેન્ડિંગ છે. જેથી વિજયભાઈ બારડે પત્ર દ્વારા માંગણી કરી છે.