૨૦૨૫ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની અભૂતપૂર્વ જીતની ખુશી લાઠી તાલુકામાં જોવા મળી હતી. આ પ્રસંગે, લાઠી નગરપાલિકા અને ભાજપના કાર્યકરો તથા સ્થાનિક આગેવાનો ધર્મેશભાઈ સોની, ચેતનભાઈ જમોડ, રાજુભાઈ ભુવા અને રાજુભાઈ ભુતૈયાની ઉપસ્થિતિમાં લાઠી ચાવંડ દરવાજા બહાર ફટાકડા ફોડી જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો. આ જીતને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણથી રાજ્યમાં થયેલા વિકાસ કાર્યોનો આલોકિત પ્રતિસાદ માનવામાં આવ્યો હતો.