લાઠી તાલુકાના આસોદર ગામે રહેતી એક સગીરાનું ચલાલાનો યુવક લગ્નની લાલચ આપી, બદકામના ઈરાદે અપહરણ કરીને લઈ ગયો હતો. બનાવ સંદર્ભે સગીરાના પિતાએ ચલાલામાં રહેતા કાર્તિકભાઈ વાલજીભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમની સગીર પુત્રીને લલચાવી-ફોસલાવી બદકામ કરવાના ઈરાદે લગ્ન કરવાની લાલચ આપી તેમના કાયદેસરના વાલીપણામાંથી ભગાડીને લઈ ગયો હતો. લાઠી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એમ. સોની વધુ તપાસ કરી રહ્યા છે.








































