લાઠી તાલુકાના નાના રાજકોટ ગામમાં વિકાસ કામોની નવી શરૂઆત થઈ છે. આજે જિલ્લા પંચાયત સભ્ય જીતુભાઈ ડેરની વિશેષ ઉપસ્થિતિમાં ૧૧ લાખ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય અને જિલ્લા પંચાયત સભ્યની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલા આ કામોમાં ગામમાં પેવિંગ બ્લોક, ગટર વ્યવસ્થા અને પાઈપલાઈનનો સમાવેશ થાય છે. આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ પરેશ કનાળા તેમજ ગામના સરપંચ ભુરાભાઈ કાકડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ભુપતભાઈ મારુ, બોઘાભાઈ કનાળા, કનુભાઈ સાચાણી, કાનાભાઈ, આંબાભાઈ, ભુરાભાઈ અને શિવાભાઈ ગોહિલ સહિત ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ વિકાસ કામોથી ગામના રહીશોને માળખાકીય સુવિધાઓનો લાભ મળશે અને ગામનું સ્વરૂપ બદલાશે.