અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામે આજે રૂ. ૪૫ લાખના ખર્ચે નવનિર્માણ પામેલી પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું. લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે આ શાળાનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરમાં આધુનિક અને ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવાના પ્રયાસોના ભાગરૂપે આ શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવા બિલ્ડિંગમાં ત્રણ વર્ગખંડો અને એક વિશાળ રમત-ગમત મેદાન સામેલ છે. આ ઉપરાંત, શાળામાં ડિજિટલ શિક્ષણ માટેની આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ પ્રસંગે ભીખાભાઈ ધોરાજીયા, નરેશભાઈ ડોંડા, ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ, વહીવટદાર, તાલુકા શિક્ષણ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના આચાર્ય અને શિક્ષકગણ, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.