અમરેલી જિલ્લામાં વાહન આડે પશુ ઉતરતાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા સર્જાયેલા અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે. લાઠી ટોડા રોડ પર આ ઘટના બની હતી. બનાવ અંગે અમદાવાદમાં રહેતા દિવ્યાબેન હરપાલસિંહ બારડ (ઉ.વ.૨૭)એ જાહેર કર્યા મુજબ, લાઠી ટોડા પર બે દિવસ પહેલા રાત્રે ૯ કલાકે તેઓ તેમના પતિ સાથે ફોર વ્હીલ કાર લઈને પસાર થતા હતા ત્યારે રસ્તામાં રોઝડું અચાનક આડું પડતાં તેમણે કાર પરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું અને કપાસ ભરેલી ગાડી સાથે અથડાઈ હતી. જેમાં તેમાં હર્ષિતાબેન પ્રશાંતભાઈ પાંડેનું ગંભીર ઈજા થવાથી સ્થળ પર જ મોત થયું હતું. લાઠી પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર એન.એ.વાઘેલા વધુ તપાસ કરી રહ્યા છે. અમરેલીમાં ચિત્તલ રોડ પર ગીરીરાજ શેરી નં ૪માં રહેતા મનોજકુમાર જોષી (ઉ.વ.૩૧) બે દિવસ પહેલા રાત્રે સવા નવ વાગ્યે તુલસી પાર્ટી પ્લોટમાં સત્સંગ સભા પૂરી કરીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે મોટર સાઇકલ નંબર જીજે-૧૪-એએન-૪૮૮૭ના ચાલકે ટક્કર મારતાં પડી જતાં ઇજા થઈ હતી. જે બાદ ચાલક ફરાર થઈ ગયો હતો. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર એચ.જી.ગોહિલ વધુ તપાસ કરી રહ્યા છે.