અમરેલી લાઠી ચોકડી પાસેથી પોલીસે કતલખાને ધકેલાતી છ ભેંસ, ત્રણ પાડા બચાવ્યા હતા. શહેરના બહારપરામાં રહેતો ઇમ્તીયાઝ ઉર્ફે કાળો આદમભાઇ ખોરાણી (ઉ.વ.૩૩) પોતાના હવાલાવાળા ટ્રકમાં છ ભેંસ અને ત્રણ પાડાને કોઈપણ પ્રકારના ઘાસચારા અને પાણીની સગવડતા વગર ખીચોખીચ રીચે ભરીને લઈ જતા ઝડપાયો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી.બી.લાપા વધુ તપાસ કરી રહ્યા છે.