લાઠી-ચાવંડ હાઇવે પર સુકન કાઠીયાવાડી ઢાબા પાસેથી એક યુવક ચાલીને જતો હતો ત્યારે અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જેના કારણે શરીરે ઈજા થવાથી મોત નિપજ્યું હતું. બનાવ અંગે અશોકભાઈ શાંતિભાઈ ચૌહાણ (ઉ.વ.૫૦)એ અજાણ્યા વાહન ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના નાનાભાઈ સુરેશભાઈ લાઠીથી ચાલીને વિરપુર જતા હોય તે દરમિયાન ચાવંડ રોડ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી તેમના નાનાભાઈ સાથે ભટકાવી માથાના ભાગે ગંભીર ઈજા કરી હતી તથા શરીરે નાની-મોટી ઇજાઓ કરી મોત નિપજાવી ફરાર થઈ ગયો હતો. લાઠી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.જે. બરવાડીયા વધુ તપાસ કરી રહ્યા છે.