લાઠી ખાતે ન્યાયિક ક્ષેત્રે એક નવું સોપાન ઉમેરાયું છે. ગુજરાત હાઈકોર્ટ અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે તૈયાર થયેલા નવનિર્મિત અત્યાધુનિક અદાલત ભવનનું ઉદ્‌ઘાટન ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જોષી સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું. જસ્ટિસ જોષી સાહેબે રીબીન કાપી આ ભવનને ખુલ્લું મૂકતા જણાવ્યું હતું કે, આ સુવિધાથી ન્યાયિક પ્રક્રિયા વધુ ઝડપી અને સુવિધાજનક બનશે. આ ગરિમામય પ્રસંગે રાજ્યના કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરીયા, અમરેલીના ડિસ્ટ્રિક્ટ જજ બ્રહ્મભટ્ટ સાહેબ અને બુખારી સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કલેક્ટર, પોલીસ અધિક્ષક, ઇન્ચાર્જ જજ મુલ્તાની સાહેબ, લાઠી પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ વિવિધ બાર એસોસિએશનના પ્રમુખો અને વકીલ મિત્રો મોટી સંખ્યામાં જોડાયા હતા.