લાઠી ખાતે શ્રી શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માતુશ્રી પૂરીબેન માવજીભાઈ શંકર સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવે છે તે પ્રમાણે શ્રી શિવમ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉકાભાઈ શંકર તથા અરજણભાઈ શંકરના વરદ હસ્તે તમામ વિદ્યાર્થીઓને નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.