રાજયમાં જળ સિંચન દ્વારા નદી તળાવ ચેકડેમો ઉંડા કરવાની યોજના અમલમાં છે. જેના ભાગરૂપે અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં રાજય સરકાર અને ધોળકીયા ફાઉન્ડેશનની પ૦-પ૦ ટકા ભાગીદારીથી ર૮ કિ.મી. લાંબી ગાગડીયો નદીને ઉંડી અને પહોળી કરવાનું કામ અંદાજીત ર૦૦૦ લાખના ખર્ચે કરવામાં આવી રહ્યું છે. જેનું આજે રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે યુએન વોટર કોન્ફરન્સ તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે મુખ્યમંત્રી અને રાજયપાલે જળ સિંચનની ક્ષમતા અને નદીની અગાઉની સ્થતિ વિશે વિગતો મેળવી હતી. આ પ્રસંગે રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીની હિમાયત કરી હતી અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે વિષય પર ભાર મુકયો હતો. હાલમાં રાજયમાં ૭.પ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે. અને આગામી સમયમાં દરેક ગામમાં ૭પ ખેડૂતોપ્રાકૃતિક ખેતી કરતાં થાય તે માટે રાજય સરકાર કાર્ય કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સવજીભાઈ ધોળકીયાના નેતૃત્વ નીચે ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા થઈ રહેલા જળ સંચય થકી રાષ્ટ્ર સેવાના ઉમદા કાર્યને બિરદાવ્યા હતા. ઘનશ્યામભાઈ ધોળકીયાએ મહેમાનોનું શાÂબ્દક સ્વાગત કર્યું જ્યારે બ્રિજેશ ધોળકીયાએ આભારવિધિ કરી હતી.