લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે તા.૨૫-૯-૨૦૨૪ના રોજ સવારે ૧૧ કલાકે લાઠી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદાર અંગત પ્રશ્નો રજૂ કરવા માંગતા હોય, તેવા સામૂહિક કે નીતિ વિષયક પ્રશ્નો સિવાયના પ્રશ્નો રજૂ કરવા. તા.૧૭ના રોજ બપોરે ૩ઃ૦૦ કલાક સુધીમાં લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે રુબરુ અથવા પોસ્ટ મારફતે મળી જાય તે રીતે મોકલવા. અરજીના મથાળે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ“ અવશ્ય લખવું, તેમ લાઠી તાલુકા મામલતદારે એક યાદીમાં જણાવ્યું છે.