લાઠી ખાતે તાલુકા પેન્શનર સમાજ-લાઠીની ર૮મી જનરલ સભા યોજાઈ હતી. અમરેલી જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખ રાજુભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સભામાં દિવગંત સભ્યોને શ્રધ્ધાંજલિ, ૭૦ વર્ષ પૂર્ણ કરનાર સભ્યોનું શાલથી સન્માન, કારોબારી સભ્યોનું વિશિષ્ટ કામગીરી કરવા બદલ સન્માન અને મંડળના આવક-જાવકના હિસાબો વંચાણે લેવામાં આવ્યા હતા. આ તકે લાઠી નગરપાલિકાના પ્રમુખ ભરતભાઈ પાડા, સેવાભાવી ડો. વાવડીયા, એસબીઆઈ-લાઠીના મનેજર આર.સી. દવે, બી.એલ.ડેર, બળુદાદા સહિત પેન્શનરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નરેશભાઈ સાગરે કર્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ તથા કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.