ગત વર્ષ તેમજ ચાલુ વર્ષ દરમિયાન કુલ રુ.૭ કરોડ ૭૦ લાખની સહાયનું વિતરણ
લાઠી વિધાનસભા મત વિસ્તારોમાં આયોજિત ‘નારીશક્તિ વંદના’ કાર્યક્રમમાં જિલ્લાના સ્વસહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ, કેશ-ક્રેડિટ, કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ, પીજી ફંડ માટે ગત વર્ષ તેમજ ચાલુ વર્ષ દરમિયાન કુલ રુ.૭ કરોડ ૭૦ લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય જનકભાઈ તળાવિયા અને નાયબ કલેકટર લાઠી તેમજ જિલ્લા પંચાયત સદસ્યની પ્રેરક ઉપસ્થિતિમાં લાઠી ખાતે સ્વ સહાય જૂથોને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લાભાર્થી મહિલાઓએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીના પ્રેરક ઉદબોધનને નિહાળ્યું હતું.
લાઠી માર્કેટિંગ યાર્ડ ખાતે ધારાસભ્ય જનકભાઈ તળાવિયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. લાઠી એ.પી.એમ.સી ખાતે ધારાસભ્ય જનકભાઈ તળાવીયા તથા મહાનુભાવોના હસ્તે કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપ પ્રમુખઓ, સમિતિના અધ્યક્ષો, નગરપાલિકાના પ્રમુખ, સદસ્યો, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ટી.એલ.એમ., લાઠી તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને લાભાર્થીઓ સહિતનાં ઉપસ્થિત રહ્યાં
હતાં.