લાઠી તાલુકાના જરખીયા ગામે મહિલા અને બાળ વિકાસ આઇસીડીએસ કાશ્મીરાબેન ભટ્ટની અધ્યક્ષતામાં પૂર્ણાહાર માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જરખીયા ગામે ડો. શીતલબેન રાઠોડ, આંગણવાડી વર્કરની ઉપસ્થિતિમાં પૂર્ણાહાર પેકેટ વિતરણ સાથે કિશોરીઓને જાણકારી આપવા અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. ડો. શીતલબેન રાઠોડ દ્વારા કિશોરીઓને ઉંચાઇ, વજન, લોહીની ટકાવારી સહિતની બાબતોથી અવગત કરાઈ હતી અને ક્યા શાકભાજી અને ફળોમાંથી ક્યા પોષક તત્વો મળે છે તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કિશોરીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.