લાઠી નગરમાં કલાપી પાર્ક ખાતે BAPS સંસ્થાન સાળંગપૂરથી પૂજ્ય મહંત સ્વામી દ્વારા પૂજિત પ્રાસાદિક પંચ દેવ મૂર્તિ ઓની લાઠી કલાપી પાર્ક ખાતે પ્રતિષ્ઠાન મહાયજ્ઞ વિધિ દિવ્ય ધર્મ સભર વાતાવરણમાં સંપન્ન દેવોના દેવ પૌરાણિક દૂધેશ્વર મહાદેવ મંદિરની જીર્ણોધાર મહોત્સવ કરતા સ્થાનિક શ્રધ્ધાળુ ભાવિક પરિજનો દૂધેશ્વર મહાદેવ,પાર્વતીજી,ગણેશજી હનુમાનજી,ગંગાજી,નંદી મહારાજ સહિત દેદીપ્યમાન દેવ મંદિર પ્રતિષ્ઠાન મહોત્સવમાં ગઢડા BAPS મંદિરના વરિષ્ઠ સંતો સ્વામી નારાયણ મંદિરેથી પૂજ્ય દાદા સ્વામી ભગવદ્‌ કીર્તન સ્વામી દ્વારા મૂર્તિસ્થાપન કરવામાં આવ્યું હતું. પ્રતિષ્ઠા મહોત્સવ મહાયજ્ઞ વૈદિક મંત્રોચારની દિવ્ય ધ્વનિ સાથે પ્રખર પંડિત રત્ન દીપેશભાઈ શાસ્ત્રીજી અકાળાવાળા દ્વારા કરવામાં આવેલી હતી. ખૂબ ધર્મ ઉલ્લાસથી શ્રધ્ધાળુ ભાવિકોએ શિવાલયના દર્શન પૂજન અર્ચનનો દિવ્યધર્મ લાભ મેળવ્યો હતો. શિવ અનુષ્ઠાનના પવિત્ર શ્રાવણ માસ પૂર્વે અતિ પૌરાણિક શિવ મંદિર પ્રતિષ્ઠાન થતા સમગ્ર શ્રધ્ધાળુ ભાવિકોમાં ખુશી વ્યાપી હતી.