લાઠીની બાળકૃષ્ણ લાલજી હવેલીમાં આજથી ભવ્યાતિ ભવ્ય રીતે હરિયાળી અમાસના હિંડોળાની ઉજવણી કરવામાં આવી હતી. હિંડોળામાં વૈષ્ણવોએ દર્શનનો લાભ લીધો પુષ્ટિમાર્ગમાં હિંડોળાનો આરંભ અષાઢ વદ એકમથી થાય છે. જે શ્રાવણ વદ બીજ સુધી ચાલે છે. આ વખતે અષ્ટસખાએ રચેલા હિંડોળાના કીર્તનો ગવાય છે. એક માસ પર્યત જુદી જુદી તિથિઓએ વ્રતોત્સવ પ્રમાણે વિવિધ ભાવનાથી વૈવિધ્યપૂર્ણ હિંડોળા બનાવવામાં આવે છે. અષાઢ વદ અમાસના રોજ હરિયાળી અમાસના શ્રાવણ સુદ ત્રીજના રોજ ઠકરાણી ત્રીજના અને શ્રાવણસુદ પાંચમના રોજ નાગપંચમીના હિંડોળાનું વિશેષ માહાત્મ્ય છે.