લાઠીમાં એક વેપારીને ઢીકાપાટુ મારી નાક પર છરીથી ચીરો પાડ્‌યો હતો. તેમજ જાનથી મારવાની ધમકી પણ આપી હતી. આ અંગે સલીમભાઇ કરીમભાઇ કુરેશી (ઉ.વ.૬૦) એ સુફેલભાઇ સલીમભાઇ ગીગાણી, નાજીમભાઇ બાબુભાઇ ગીગાણી, નવાઝભાઇ બાબુભાઇ ગીગાણી, બાબુભાઇ યુનુસભાઇ ગીગાણી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તથા સાહેદ મોસીન જુમ્મા મસ્જીદેથી રોજુ છોડી તથા નમાજ પઢીને પરત મસ્જીદ બહાર નીકળ્યા હતા. તેઓ મયાલાભાઇ ભાખરવડી વાળાની દુકાનની સામે ઉભા હતા તે દરમ્યાન આરોપીએ ત્યાં આવી જેમફાવે તેમ ગાળો આપવા લાગ્યો હતો અને ઢીકાપાટુ વતી માર મારી મુંઢ ઇજા કરી હતી. તેમજ આરોપીએ તેના હાથમાં રહેલ છરી વડે નાક ઉપર તથા હોઠની નીચેના ભાગે તથા ડાબી આંખ ઉપર એમ કુલ ત્રણ જગ્યા ચેકા જેવી ઇજા કરેલ તેમજ હોઠની ઉપરના ભાગે એક ટાંકાની ઇજા કરી હતી. ઉપરાંત ઢીકાપાટુ માર-મારી મુંઢ ઇજા કરી મારી નાખવાની ધમકી આપી હતી. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે કે રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.